પ્રાઇવસી પૉલિસી
વર્ઝન 2.0–2.1 માટેની આવૃત્તિ, તારીખ 1 નવેમ્બર, 2026 · Uniconduct LLC
1. ઓવરવ્યૂ
આ પ્રાઇવસી પૉલિસી Uniconduct LLC (“અમે”) દ્વારા iPhone, iPad અને Apple silicon ધરાવતાં Mac માટે બનાવેલી Intuition Check ઍપ (“ઍપ”)ને આવરી લે છે. ઍપ કયો ડેટા સંભાળે છે, તે ક્યાં રાખવામાં આવે છે, શું અને ક્યારે તમારા ડિવાઇસમાંથી બહાર જાય છે, અને તમે તેને કેવી રીતે ડિલીટ કરી શકો છો, તે આ પૉલિસી વર્ણવે છે.
2. ઍપ શું એકત્ર કરતી નથી
ઍપમાં કોઈ અકાઉંટ નથી અને તે કોઈ વ્યક્તિગત વિગતો માંગતી નથી. તેમાં ઍનાલિટિક્સ, ક્રૅશ રિપોર્ટિંગ, જાહેરાત કે ટ્રૅકિંગનો કોઈ કોડ નથી, તે જાહેરાતનાં આઇડેંટિફાયર વાંચતી નથી, અને અમને કશું મોકલતી નથી. ઍપ કોઈ ટ્રૅકિંગ કરતી ન હોવાથી, “Do Not Track” સિગ્નલ માટે બંધ કરવા જેવું કશું જ નથી.
3. તમારા ડિવાઇસ પર રાખવામાં આવતો ડેટા
ઍપ તમારા ડિવાઇસ પર પોતાના સ્ટોરેજમાં નીચેની બાબતો રાખે છે :
- સેટિંગ્સ, જેમાં ફ્રી કલાકનો કેટલો ભાગ વપરાયો છે અને તેને કેટલી વાર રીસેટ કરવામાં આવ્યો છે, તે પણ સામેલ છે.
- તમારા સેટ — પત્તાં, સંખ્યા અને ઇમેજ, તમે ઉમેરેલા ફોટો સાથે.
- આંકડા. ઍપ “ઝડપી પસંદગી” અને “સીરિઝ” રમવાની પદ્ધતિઓમાં, અને “અનુમાનોની નોંધ” ચાલુ હોય ત્યારે “એક પછી એક”માં રમાયેલા રાઉંડ નોંધે છે, જેમાં સેટ અને મોડ, આવેલી વૅલ્યૂ, તમારું અનુમાન અને તે સાચું હતું કે નહિ, તમે નોંધેલી સ્થિતિ, અને તારીખ અને સમય સામેલ છે. “આંકડા ડિવાઇસ પર સેવ કરો” ચાલુ ન હોય, તો આ નોંધ તમે ઍપમાંથી બહાર નીકળો ત્યાં સુધી જ રહે છે. તમે તેને આંકડાના વ્યૂમાં ક્લિઅર કરી શકો છો.
- સ્થિતિઓ, જે તમે કોઈ રાઉંડ માટે નોંધી શકો છો, તમે ઉમેરેલી સ્થિતિઓ સહિત, અને આ ક્ષણે પસંદ કરેલી સ્થિતિઓ.
- પાર્ટનર સાથે રમતનો ડેટા — તમે પાર્ટનરોને આપેલાં નામ, પાર્ટનરોએ તમને જે મોકલ્યું તે (વિભાગ 4), અને ઍપ આ ઇંસ્ટૉલેશન માટે બનાવે છે તે એક રૅન્ડમ આઇડેંટિફાયર; તે તમારા ડિવાઇસ કે તમારા Apple અકાઉંટ સાથે જોડાયેલું નથી અને ઍપના ડેટાની સાથે જ ડિલીટ થાય છે.
પાર્ટનર સાથે રમત (વિભાગ 4) અને તમે એક્સપોર્ટ કરો તે ફાઇલો (વિભાગ 5) સિવાય, ઍપ આમાંનું કશું તમારા ડિવાઇસની બહાર મોકલતી નથી.
4. પાર્ટનર સાથે રમત
પાર્ટનર સાથે રમત નજીકનાં બે ડિવાઇસને જોડે છે — બંને વાપરતાં હોય તે Wi-Fi નેટવર્ક પર, અથવા બંને નજીક હોય ત્યારે ડિવાઇસથી ડિવાઇસ. તે ખુલ્લી હોય ત્યારે :
- તમારું ડિવાઇસ નજીકમાં દેખાય છે. એ જ નેટવર્ક પરનાં કે નજીકનાં ડિવાઇસ તમારા ડિવાઇસનું નામ અને આ ઇંસ્ટૉલેશનના આઇડેંટિફાયર પરથી બનાવેલો એક કોડ જોઈ શકે છે. iPhone અને iPad પર નામ “iPhone” જેવું સામાન્ય નામ હોય છે. કોડ દરેક વખતે એ જ રહે છે, તેથી જે ડિવાઇસે તેને પહેલાં જોયો હોય, તે તેને ઓળખી શકે છે.
- તે ઑટોમૅટિક રીતે કનેક્ટ થાય છે — નજીકના એવા ડિવાઇસ સાથે, જેમાં પાર્ટનર સાથે રમત પણ ખુલ્લી હોય; તમે તેને પસંદ કરતા નથી. તે એ જ નેટવર્ક પરની કે નજીકની બીજી કોઈ વ્યક્તિનું ડિવાઇસ પણ હોઈ શકે છે.
- પાર્ટનરને શું જાય છે : સેટના નામ સાથે રાઉંડનાં સેટિંગ્સ, છુપાવેલી વૅલ્યૂ, તમારું અનુમાન, આ ઇંસ્ટૉલેશનનું આઇડેંટિફાયર અને તમારા ડિવાઇસનું નામ. જો તમે ઇમેજ સેટથી રમો, તો સેટ પોતે પણ : તેનું નામ, સેટિંગ્સ, કૅપ્શન, બનાવ્યાની તારીખ, ફાઇલ ઍપમાંથી ઉમેરેલી ઇમેજનાં ફાઇલ નામ, અને ઇમેજ.
- તમારું ડિવાઇસ પાર્ટનર પાસેથી શું રાખે છે : પાર્ટનર જે દરેક સેટથી રાઉંડ શરૂ કરે તેના માટે (ઇમેજ સેટ માટે, તમે “ડાઉનલોડ કરો” પર ટૅપ કરો પછી), તેનું નામ અને સેટિંગ્સ, પાર્ટનરના ડિવાઇસનું નામ અને તેમના આઇડેંટિફાયર પરથી બનાવેલો કોડ, અને ઇમેજ સેટ માટે સેટ પોતે પણ, તેની ઇમેજ સાથે. જો “પ્રાપ્ત થયેલા ઇમેજ સેટ રાખો” બંધ હોય, તો તમે પાર્ટનર સાથેની રમતમાંથી બહાર નીકળો ત્યારે પ્રાપ્ત થયેલા ઇમેજ સેટ ડિલીટ થઈ જાય છે. તમે પાર્ટનરને નામ આપી શકો છો; તે નામ તમારા ડિવાઇસ પર રહે છે.
- પાર્ટનરનું ડિવાઇસ તમે મોકલેલું એ જ રીતે રાખે છે, તેનાં પોતાનાં સેટિંગ્સ મુજબ.
બંને ડિવાઇસ વચ્ચેનું કનેક્શન એંક્રિપ્ટેડ છે. પાર્ટનર સાથેની રમતમાંથી કશું અમને મોકલવામાં આવતું નથી.
પાર્ટનર સાથે રમત માટે સ્થાનિક નેટવર્કનો ઍક્સેસ જરૂરી છે; તમે પહેલી વાર પાર્ટનર સાથેની રમત ખોલો ત્યારે તમારું ડિવાઇસ તેની અનુમતિ માંગે છે. તમે તેને પ્રાઇવસી અને સુરક્ષા → સ્થાનિક નેટવર્કમાં બંધ કરી શકો છો : iPhone અને iPad પર સેટિંગ્સમાં, અથવા Mac પર System Settingsમાં (System Settings → Privacy & Security → Local Network).
5. તમારી ઇમેજ અને ફાઇલો
તમે ઉમેરો તે ફોટો સિસ્ટમના ફોટો પિકર દ્વારા આવે છે, જે ઍપને માત્ર તમે પસંદ કરો તે જ ઇમેજ આપે છે. કૅમેરા : ઍપમાં તમે લો તે ફોટો તમારા સેટમાં જાય છે, તમારી ફોટો લાઇબ્રેરીમાં નહિ; તમે ઍપમાં પહેલી વાર કૅમેરા ખોલો ત્યારે તમારું ડિવાઇસ કૅમેરાના ઍક્સેસની અનુમતિ માંગે છે, અને તમે તેને પ્રાઇવસી અને સુરક્ષા → કૅમેરામાં બંધ કરી શકો છો. ફાઇલ ઍપ : તમે ઇમેજ અથવા સેટની ફાઇલ ઇંપોર્ટ કરી શકો છો.
તમે કોઈ સેટને .guesset ફાઇલ તરીકે એક્સપોર્ટ કરી શકો છો — તેના નામ, સેટિંગ્સ, કૅપ્શન, ફાઇલ ઍપમાંથી ઉમેરેલી ઇમેજનાં ફાઇલ નામ અને ઇમેજ સાથે — અને તમારા આંકડાને CSV ફાઇલ તરીકે, જેમાં આંકડાના વ્યૂમાં તમારા ફિલ્ટર જે નોંધ બતાવે છે તે હોય છે. બંનેમાંથી કોઈ પણ ફાઇલ ફક્ત ત્યાં જ જાય છે જ્યાં તમે તેને મોકલો છો, તમે પસંદ કરો તે રીતે.
6. ખરીદી અને સબ્સ્ક્રિપ્શન
ખરીદી અને સબ્સ્ક્રિપ્શન App Store દ્વારા થાય છે. તમારી ચુકવણીની વિગતો અને Apple અકાઉંટ Apple પાસે રહે છે અને અમારા સુધી પહોંચતાં નથી. શું ઉપલબ્ધ કરવું તે જાણવા માટે, ઍપ App Storeને પૂછે છે કે તમારું સબ્સ્ક્રિપ્શન સક્રિય છે કે નહિ અને તમે કયા સેટ ખરીદ્યા છે; જવાબ Apple પાસેથી આવે છે અને અમને મોકલવામાં આવતો નથી. જો તમારો ઍક્સેસ ફેમિલી શેરિંગ દ્વારા આવતો હોય, તો ઍપ એટલું જુએ છે કે તે તમારી સાથે શેર કરવામાં આવ્યો છે, કોણે શેર કર્યો તે નહિ.
7. અમને શું મળે છે
- Apple પાસેથી : વેચાણ, સબ્સ્ક્રિપ્શન અને અમને થતી ચુકવણીના રિપોર્ટ, જેમાં તમારું નામ કે સંપર્કની વિગતો હોતી નથી; અને, જો તમે તમારા ડિવાઇસને ઍપ ડેવલપર સાથે ઍનાલિટિક્સ શેર કરવાની અનુમતિ આપી હોય, તો ક્રૅશ રિપોર્ટ અને ઉપયોગના આંકડા — જે App Store પરની દરેક ઍપ માટે Apple એકત્ર કરે છે; ઍપ તેમાં પોતાનું કશું ઉમેરતી નથી.
- તમારી પાસેથી : App Store પર તમે પ્રકાશિત કરો તે રિવ્યૂ, અને તમે અમને મોકલો તે ઇમેલ. “સપોર્ટનો સંપર્ક કરો” તમારી મેલ ઍપમાં એક ડ્રાફ્ટ ખોલે છે, જેમાં ઍપનું વર્ઝન, સિસ્ટમનું વર્ઝન અને ડિવાઇસનું મૉડલ પહેલેથી હોય છે; તમે તેને મોકલો તો જ તે અમારા સુધી પહોંચે છે. અમે તમારું ઇમેલ અડ્રેસ અને મેસેજ માત્ર જવાબ આપવા માટે વાપરીએ છીએ.
8. Apple અને લિંક
ઍપમાં તૃતીય પક્ષની કોઈ સેવા નથી. App Store, ચુકવણી, ફેમિલી શેરિંગ, ડિવાઇસના બૅકઅપ અને તમે Apple સાથે શેર કરવાનું પસંદ કરો તે ઍનાલિટિક્સ માટે Apple ડેટા પર પ્રક્રિયા કરે છે, અને તે અમારી નહિ પણ Appleની પ્રાઇવસી પૉલિસી હેઠળ કરે છે. ઍપમાં અમુક આઇટમ લિંક છે : જ્યારે તમે કોઈ લિંક પર ટૅપ કરો, ત્યારે પેજ તમારા બ્રાઉઝરમાં અથવા App Storeમાં ખૂલે છે, જે પોતાની પ્રાઇવસી પૉલિસી હેઠળ કામ કરે છે. ઍપ જાતે કશું ખોલતી નથી. “મદદ” ઍપનો ભાગ છે અને ઇંટરનેટ કનેક્શન વિના કામ કરે છે, તેની વેબ લિંક સિવાય, જે પૂરેપૂરી લખેલી છે.
9. ડેટા રાખવો અને ડિલીટ કરવો
તમારા ડિવાઇસ પરનો ઍપનો ડેટા ત્યાં સુધી રહે છે, જ્યાં સુધી તમે તેને ઍપમાં ડિલીટ ન કરો અથવા ઍપ ડિલીટ ન કરો. Mac પર ઍપ ડિલીટ કરવા છતાં તેનો ડેટા ~/Library/Containersમાં આવેલા ઍપના ફોલ્ડરમાં રહે છે, જ્યાં સુધી તમે તે ફોલ્ડર ડિલીટ ન કરો. ડિવાઇસ પર સેવ ન થયેલા આંકડા તમે ઍપમાંથી બહાર નીકળો ત્યારે જતા રહે છે. તમારા ડિવાઇસના બૅકઅપ — iCloudમાં કે કંપ્યૂટર પર — ઍપનો ડેટા ધરાવે છે; તે બૅકઅપ તમારી પાસે રહે છે અથવા, iCloudના કિસ્સામાં, Apple પાસે, અમારી પાસે નહિ. તમે મોકલેલું પાર્ટનરના ડિવાઇસ પર, ત્યાં ડિલીટ ન થાય ત્યાં સુધી રહે છે. તમે અમને મોકલેલો ઇમેલ તમારા પ્રશ્નનો ઉકેલ આવે ત્યાં સુધી રાખવામાં આવે છે. તમારો ઇમેલ તેના પહેલાં ડિલીટ કરાવવા માટે અમને લખો.
10. બાળકો
ઍપ બાળકો સહિત કોઈની પાસેથી વ્યક્તિગત માહિતી માંગતી નથી. જો કોઈ બાળક અમને લખે, તો અમે તે મેસેજનો ઉપયોગ માત્ર જવાબ આપવા માટે કરીએ છીએ (વિભાગ 7).
11. આ પૉલિસીમાં ફેરફાર
આ પૉલિસીની દરેક આવૃત્તિ ઍપના એક વર્ઝન માટે હોય છે અને તે વર્ઝનને તથા પછીનાં વર્ઝનને લાગુ પડે છે, જ્યાં સુધી કોઈ પછીના વર્ઝન સાથે નવી આવૃત્તિ ન આવે. તમારા ડિવાઇસ પરના વર્ઝન માટેની આવૃત્તિ જ તમને લાગુ પડે છે. તારીખ એ દિવસ છે, જ્યારે આવૃત્તિ પ્રકાશિત થઈ હતી.
12. અમારો સંપર્ક કરો
આ પૉલિસી વિશે પ્રશ્નો : [email protected].